પ્રમુખ પરિચય

શ્રી હમેદ્રભાઇ બાબુલાલ સોની મહેસાણા જિલ્લાના વિજાપુર ગામના રહેવાસી

શ્રી હમેદ્રભાઇ બાબુલાલ સોની અમદાવાદ, કડી, વિજાપુર
પિગણા શ્રીમાળી સોની ઉત્તેજક મંડળના પ્રમુખ તરીકે સેવાઓ આપેલી છે તથા આ સંસ્થામાં હાલ ટ્રસ્ટી તરીકે
સેવાઓ આપે છે.

વિજાપુર ખાતે ચાલતા શ્રી શામબાગ રાધાકૃષ્ણ મરંદિ ચેરિટેબલ ટ્રસ્ટમાં ૧૯૮૦ થી ટ્રસ્ટી તરીકે અને છેલ્લા ૧૨
વર્ષથી મેનેજીંગ ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. રોટરી ક્લબ ઓફ અમદાવાદમાં પ્રમુખ તરીકે યશસ્વી કાર્ય
કરેલ છે.

મહામંડળમાં ૧૯૯૩ ની દતાલ પરિષદથી મહાસંમેલન સભ્ય તરીકે આવ્યા બાદ, ગાદી છાત્રાલયના
કન્વીનર, ૧૫માં સત્રના ખજાનચી અને ૧૬માં સત્રમાં ટ્રસ્ટી અને ખજાનચી તરીકે સેવાઓ આપી હતી.

૧૭મા સત્રમાં ઉપપ્રમુખ અને ખજાનચી તરીકે અમૂલ્ય સેવાઓ આપેલ છે તથા શ્રી માણેકચોક સોના-ચાંદી
દાગીના એસોસિયેશન, અમદાવાદમાં તેઓ સતત વર્ષો સુધી પ્રમુખ તરીકે કાર્યરત રહ્યા.

અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા શ્રી હમેદ્રભાઈ બાબુલાલ સોની આગામી ૧૮માં સત્રના પ્રમુખ
તરીકે ચુંટાયા છે, જે બદલ મહામંડળ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે.