આપણા સમાજને ઉપયોગી સરકારી યોજનાઓની માહિતી

જ્ઞાતિજનોને જણાવવાનું કે આપણી વેબસાઈટમાં ઉપર મુજબ નવો વિભાગ શરુ કરીએ છીએઆ વિભાગમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની સમાજને ઉપયોગી યોજનાઓની વિગતો સમયાંતરે એક પછી એક મુકવામાં આવશેઆ વિગતો ઈન્ટરનેટના માધ્યમથી મેળવેલ છેબને તેટલી ચોકસાઈ રાખવાનો પ્રયત્ન કરેલ છેછતાં યોજનાઓમાં કોઈ ફેરફાર હોય તો જાણ થયે સુધારો મુકવામાં આવશેઆશા છે કે યોજનામાં લાયકાત ધરાવનાર જ્ઞાતિજનો આનો જરૂરથી લાભ લેશેયોજનાઓ મુજબ અરજી અને અન્ય કાર્યવાહી દરેકે જાતે કરવાની રહેશેઅમુક યોજનાઓ માટે સ્થાનિક લેવલે સ્થાનિક મંડળો કે સેવાભાવી જ્ઞાતિજનો સમાજને ઉપયોગી થવા હાલમાં પણ કાર્યરત છે.

આપણા મહાસમિતિ સભ્યોસ્થાનિક મંડળોના પ્રતિનિધિઓ અને અન્ય સેવાભાવી શિક્ષિત અને નિવૃત સરકારી જ્ઞાતિજનોને વિનંતી કે આપણા વિસ્તારમાં સરકારી યોજનાઓની વિગતોનો અભ્યાસ કરી અન્ય જ્ઞાતિજનોને આ યોજનાઓનો લાભ મળે તે માટે મદદરૂપ થવા વિનંતી.

1. મુખ્ય મંત્રી અમૃતમ “માં” અને “માં વાત્સલ્ય યોજના”

Download Form English

Download Form Gujarati

2. વિધવા સહાય યોજના

Download Form 40

Download Form 86

સુકન્યા સમૃધ્ધિ યોજના

હેતુ : પોસ્ટ વિભાગ દ્વારા બેટી બચાવો, બેટી પઢાવો અંતર્ગત મહત્વાકાંક્ષી યોજનાઓનું સુદઢ અમલીકરણ.

યોગ્યતા : સ્ત્રી સંતાનનાં માતા કે પિતા અથવા કાનૂની વાલી ખાતુ ખોલાવી શકે.

બાળકીનો જન્મ થાય ત્યારથી દસ વર્ષની ઉંમર સુધી (વધુમાં વધુ બે બાળકીના) લઘુત્તમ રૂ.૧,૦૦૦ની રકમ સાથે ખાતુ ખોલાવી શકાય છે.

ફાયદાઓ : આ યોજના અંતર્ગત બાળકીના લીગલ /નેચરલ ગાર્ડિયન રૂ. ૧,૦૦૦ થી રૂ. ૧,૫૦,૦૦૦ સુધીની રકમ વર્ષ દરમિયાન જમા કરાવી શકે છે.

હપ્તાની સંખ્યા મર્યાદિત નથી.

અન્ય કોઇપણ બચત યોજના કરતાં સુકન્યા વ્યાજ દર અધિક મળે છે.

એક બાળકી માટે માત્ર એક જ ખાતું ખૂલી શકે છે.

કલમ-૮૦ સી અંતર્ગત ઇન્કમટેક્ષમાં રાહતનો લાભ મેળવી શકાય છે.

બાળકીની ઉંમર ૧૮ વર્ષની ત્યારે પ૦ ટકા સુધીની આંશિક ઉપાડની સુવિધા અને ૨૧ વર્ષની ઉંમર બાદ કરી શકાય છે.

:: કાર્યપધ્ધતિ ::

આ યોજનાનો લાભ લેવા નજીકની પોસ્ટ ઓફિસ કે રાષ્ટ્રીયકૃત બેંક શાખાનો સંપર્ક કરવો

કન્યાનું જન્મનું પ્રમાણ પત્ર રજુ કરવું આવશ્યક છે

અમલીકરણ સંસ્થાઓ : આ  યોજનાનો લાભ લેવા નજીકની પોસ્ટ ઓફિસ કે રાષ્ટ્રીયકૃત બેંક શાખાનો સંપર્ક કરવો.