ઉપપ્રમુખ પરિચય

શ્રી હેમેન્દ્રભાઇ બાબુલાલ સોનીનું મૂળ વતન મહેસાણા જિલ્લાનું વિજાપુર ગામ છે.શ્રી અમદાવાદ,કડી,વિજાપુર પરગણા  શ્રીમાળી સોની ઉત્તેજક મંડળના પ્રમુખ તરીકે સેવાઓ આપેલી છે તથા આ સંસ્થામાં હાલ ટ્રસ્ટી તરીકે સેવાઓ આપે છે.

વિજાપુર ખાતે ચાલતા શ્રી રામબાગ રાધાકૃષ્ણ મંદિર ચેરીટેબલ ટ્રસ્ટમાં 1980થી ટ્રસ્ટી તરીકે અને છેલ્લા 12 વર્ષથી મેનેજીંગ ટ્રસ્ટી તરીકે સેવા આપી રહેલ છે. રોટરી ક્લબ ઓફ અમદાવાદમાં પ્રમુખ તરીકે યશસ્વી કાર્ય કરેલ છે.મહામંડળમાં 1993 વડતાલ પરિષદથી મહાસમિતિ સભ્ય તરીકે આવ્યા બાદ વાડજ છાત્રાલયના કન્વીનર, 15માં સત્રના ખજાનચી તરીકે અને 16માં સત્રમાં ટ્રસ્ટી અને ખજાનચી તરીકે સેવાઓ આપી રહ્યાં છે.

શ્રી માણેકચોક સોના-ચાંદી દાગીના એસોસિયેશન અમદાવાદના તેઓ સતત બે ટર્મથી પ્રમુખ તરીકે કાર્યરત છે.અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ  સાથે જોડાયેલા શ્રી હેમેન્દ્રભાઈ બાબુલાલ સોની આગામી 17માં સત્રના ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા તે બદલ મહામંડળ હર્ષ  અને ગૌરવની લાગણી અનુભવે છે.